Near Alipura Char Rasta,Bodeli
Taluka : Chota Udaipur
નમસ્કાર...
વડોદરા જે.સી ગૃપ સંચાલિત સફાયર પબ્લિક સ્કૂલ બોડેલીમાં આપનું સ્વાગત છે. સફાયર સ્કૂલ કે.જી વિભાગથી લઈ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણના અનુભવ માટે સક્ષમ વિકલ્પ પ્રદાન કરે છે. વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળાનો સમગ્ર સ્ટાફ એક ટીમ બની એકબીજાના પ્રયત્નોને પૂરક બનાવે છે. શિક્ષણ માત્ર ભવિષ્યની નોકરી માટે જ્ઞાન આપવાની પ્રક્રિયા નથી, પણ જીવનભરની પ્રક્રિયા છે. અમારો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓની આંતરિક પ્રતિભા વિકસાવવા માટેનો છે.
બાળકની પ્રગતિ એ સમાજની પ્રગતિ છે. આ શાળા આદર્શ સમાજના નિર્માણનું કાર્ય કરે છે, અને તે માટે બાળક, શિક્ષક અને માતા-પિતાએ શાળાને સમર્પિત થઈ યોગ્ય દિશામાં કાર્ય કર્યા છે. મારા શિક્ષકોની ટીમ હંમેશા વિદ્યાથીઓની રૂચિ અને તેની સિદ્ધિઓ પ્રાપ્ત કરાવવા માટે તત્પર રહે છે. શાળાનું રામણીય વાતાવરણ, સહાનુભૂતિ સભર કર્મચારીગણના ભગીરથ પ્રયત્નોથી આ શાળાએ આજે ખૂબ સારી નામના મેળવી છે.
ઉચ્ચ શિક્ષણ ઉપરાંત બાળકના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય તે માટે શાળામાં સહભ્યાસિક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે બુદ્ધિ કસોટીઓ દ્વારા બૌદ્ધિક વિકાસ કરાવવામાં આવે છે. બાળક રમત-ગમત ક્ષેત્રે ઉજ્જવળ તકો પ્રાપ્ત કરે તે માટે શાળાએ સ્પોર્ટ્સ સ્કૂલની શરૂઆત કરી છે.
બાળકોના ભવિષ્યને ઘડવામાં શિક્ષકો તથા માતા-પિતાનો સૌથી વધારે ફાળો હોય છે. તેમનું સતત સમર્થન અમને વધૂને વધુ ચિંતન તથા શ્રેષ્ઠ પ્રયત્નો કરવા પ્રોત્સાહિત કરે છે.
મને પૂરતો વિશ્વાસ છે કે સફાયર પબ્લિક સ્કૂલ દરેક વિદ્યાર્થી તથા તેમના માતા-પિતા ને ક્યારેય નિરાશ નહીં થવા દે. સમાજ ઉત્થાનમાં તથા રાષ્ટ્ર નિર્માણમાં આ શાળા અને તેનું નેતૃત્વ ક્યારેય પીછેહઠ નહીં કરે.
“બાળકનો સર્વાંગી વિકાસ એ જ માત્ર એક ધ્યેય...”
પરમાર હિતેશકુમાર નાથાભાઈ
આચાર્ય
સફાયર પબ્લિક સ્કૂલ બોડેલી